આઝાદ ભારતની પહેલી મહિલા...જેને થશે ફાંસી, પ્રેમી માટે થઈ પરિજનોના કુહાડીથી ગળા કાપ્યા હતા
પ્રેમમાં અંધ થયેલી શબનમે પ્રેમી સાથે મળી પિતા, માતા, ભાઈ, ભાભી, ભત્રીજા સહિત 7 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મથુરા: મથુરા જેલમાં મહિલાને ફાંસી આપવાની તૈયારી જેલ પ્રશાસને શરૂ કરી દીધી છે. આ ફાંસી અમરોહા (Amroha) માં રહેતી શબનમ (Shabnam)ને આપવામાં આવી શકે છે. તેણે એપ્રિલ 2008માં પ્રેમી સલીમ સાથે મળીને પોતાના જ પરિવારના 7 લોકોની કુહાડીથી કાપીને હત્યા કરી નાખી હતી. મથુરા જેલ પ્રશાસને દોરડાનો આર્ડર આપી દીધો છે. નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી પર લટકાવનારા પવન જલ્લાદને ફાંસી ઘર લાવવામાં આવ્યો છે. જો કે ફાંસીની તારીખ હજુ નક્કી થઈ નથી. જો શબનમને ફાંસી થશે તો આઝાદ ભારતનો આ પહેલો કેસ હશે.
જો કે દોષિત શબનમે નીચલી કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો જ્યાં સુપ્રીમે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. પરંતુ રાષ્ટ્રપતિ ભવનથી પણ તેની દયા અરજી ફગાવી દેવાઈ. આઝાદી બાદ શબનમ પહેલી મહિલા કેદી હશે જેને ફાંસી મળશે. દેશમાં ફક્ત મથુરા જેલનું ફાંસી ઘર જ એકમાત્ર એવું ફાંસી ઘર છે જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી અને સલીમ આગ્રા જેલમાં બંધ છે.
મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી બાદથી અત્યાર સુધીમાં કોઈ પણ મહિલાને ફાંસી પર લટકાવવામાં આવી નહતી. વરિષ્ઠ જેલ અધીક્ષકના જણાવ્યાં મુજબ ફાંસીની તારીખ જો કે હજુ નક્કી નથી. પરંતુ અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દોરડાનો ઓર્ડર આપી દેવાયો છે. ડેથ વોરંટ બહાર પડતા જ શબનમ-સલીમને ફાંસી આપી દેવાશે. જો કે સલીમને ફાંસી ક્યાં અપાશે તે હજુ પણ નક્કી નથી.
Srinagar નું Shital Nath Temple 31 વર્ષ બાદ મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું, આતંકવાદના કારણે બંધ હતું
પરિજનો પ્રેમમાં બન્યા હતા રોડા
અમરોહા (Amroha) ના હસનપુર કસ્બાના ગામ બાવનખેડીમાં વર્ષ 2008ની 14-15 એપ્રિલની રાતે જે ભયંકર દ્રશ્યો સર્જાયા હતા તે કોઈ ભૂલી શકે નહી. અહીં શિક્ષામિત્ર શબનમે રાતે તેના પ્રેમી સલીમ સાથે મળીને પિતા માસ્ટર શૌકત, માતા હાશમી, ભાઈ અનીસ અને રાશિદ, ભાભી અંજુમ તથા ફોઈની દિકરી રાબિયાને કુહાડીથી ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ભત્રીજા અર્શનું ગળું ઘોંટીને મારી નાખ્યો હતો. આ લોકો તેના પ્રેમમાં રોડો બની રહ્યા હતા.
2010માં થઈ હતી ફાંસીની સજા
આ મામલે અમરોહા કોર્ટમાં બે વર્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી. ત્યારબાદ 15 જુલાઈ 2010ના રોજ જિલ્લા જજ એસએએ હુસૈનીએ શબનમ અને સલીમને ફાંસીની સજા સંભળાવી હતી.
કઈ રીતે મળ્યા પુરાવા
શબનમ અને તેનો પ્રેમી કદાચ ક્યારેય જેલભેગા ન થાત પરંતુ કેટલાક મામૂલી રહસ્યોએ તેમને સજા સુધી પહોંચાડી દીધા. શબનમે લગ્ન નહતાં કર્યા. પરંતુ તે રોજ પ્રેમીને ઘરે બોલાવતી હતી. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી સલીમ પાસેથી મળી હતી. બંનેના લોહીથી ભીંજાયેલા કપડાં મળ્યા હતા. ત્રણ સીમ પણ તેમની પાસેથી મળ્યા હતા. જેના પર અલગ અલગ સમય પર બંનેએ ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત કરી હતી.
Corona વિસ્ફોટ!, આ રાજ્યની કોલેજમાં એક સાથે 40 વિદ્યાર્થી અને અપાર્ટમેન્ટના 103 લોકો કોરોના પોઝિટિવ
કઈ રીતે પહોંચ્યા જેલના સળ્યા પાછળ
ઘટનાને અંજામ આપ્યા બાદ પકડાઈ જતા શબનમ અને સલીમે એકબીજા પર આરોપ લગાવ્યા હતા. સર્વિલાન્સથી બંને વચ્ચેની વાતચીત ખબર પડી. ત્યારબાદ શબનમ પાસે દવાનું ખાલી રેપર મળ્યું હતું અને ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો હતો. શબનમની ભાભી અંજુના પિતા લાલ મોહમ્મદે કોર્ટમાં સલીમ સાથે તેના ગેરકાયદેસર સંબંધને ઉજાગર કર્યા હતા. સલીમ વારદાતને અંજામ આપ્યા બાદ હસનપુર બ્લોક પ્રમુખ મહેન્દ્ર પાસે ગયો હતો અને પોતાની કરતૂત જણાવી હતી.
કેટલી સુનાવણી થઈ
શબનમ-સલીમ કેસમાં લગભગ 100 તારીખો સુધી દલીલો ચાલી. જેમાં 27 મહિના ગયા. ચુકાદાના દિવસે જજે 29 સાક્ષીઓની જુબાની સાંભળી. 14 જુલાઈ 2010ના રોજ જજે બંનેને દોષિત ઠેરવ્યા હતા. બીજા દિવસે જજ એસએએ હુસૈનીએ ફક્ત 29 સેકન્ડમાં બંનેને ફાંસીની સજા સંભળાવી. આ કેસમાં 29 લોકોને 649 સવાલ પૂછવામાં આવ્યા હતા. 160 પાનાનો ચુકાદો લખાયો હતો. ત્રણ જજોએ સમગ્ર મામલે સુનાવણી કરી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube